Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

ક્રમાંકઃગતપ-૧૦૮૮-૩૪૩૫-હ
Rating :  Star Star Star Star Star   

ક્રમાંકઃગતપ-૧૦૮૮-૩૪૩૫-હ

ગૃહ વિભાગ, ગુજરાત સરકાર,

સચિવાલય, ગાંધીનગર.

તા. ૧૭-૯-૧૯૯૮

ખાનગી

ફકત સરકારી કામકાજ માટે

 

પ્રતિ,

સચિવશ્રી/અ.મુ. સચિવશ્રી/અગ્ર સચિવશ્રી,

સચિવાલયના સર્વે વિભાગો.

 

વિષયઃ- ખાતાકીય તપાસના કેસોમાં તકેદારી આયોગની ભલામણ અન્વયે કાર્યવાહી હાથ ધરવા બાબત.

 

શ્રીમાન,

 

        ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે તા. ૧૬-૨-૧૯૯૭ના રોજ અધિક મુખ્ય સચિવશ્રી (ક.ગ.)સા.વ.વિ.ના અધ્યક્ષપદે તપાસ કમિશ્નરશ્રીઓ અને ખાતાકીય તપાસના ખાસ અધિકારીશ્રીઓની એક બેઠક મળેલ હતી. આ બેઠકમાં એવી રજૂઆત કરવામાં આવેલ કે કેટલાક કેસોમાં મોટી શિક્ષાની સંભાવના ન હોવા છતાં તકેદારી આયોગની ભલામણથી નિયમ-૯-૧૦ હેઠળની ખાતાકીય તપાસ શરુ કરવામાં આવે છે. હકીકતમાં શિસ્ત અધિકારીએ યોગ્ય ચકાસણી કરી નિર્ણય લેવો જોઇએ અને આયોગની ભલામણથી વિપરીત કાર્યવાહી કરવાનો પ્રસંગ ઉભો થાય તો આયોગને સરકારના સ્થાયી હુકમો તળે પુનઃ વિચારણા માટે દરખાસ્ત કરવી જોઇએ અને અંતે આયોગ સંમત ન થાય તો શિસ્ત અધિકારીને આયોગની ભલામણ ન સ્વીકરવાના વ્યાજબી કારણો જણાંતા હોય ત્યારે તેવા કારણો નોંધી આયોગની ભલામણનો અસ્વીકાર કરવામાં કોઇ વાંધો હોઇ શકે નહિ.

 

        ગૃહ વિભાગના તા. ૩-૧૦-૭૪ અને તા. ૧૧-૫-૭૯ ના પરિપત્રો (નકલ સામેલ છે) આ સાથે બીડેલ છે તદ્દઅનુસાર આયોગની ભલામણનો એકવાર સરકારશ્રીએ સ્વીકાર કરેલ હોય ત્યારે તેનો જેમ બને તેમ ઝડપી અમલ કરવો જોઇએ. આમ છતાં જૂજ કિસ્સાઓમાં વિભાગને ઝયારે એવું જણાય કે આયોગની ભલામણથી જુદા જ પ્રકારની કાર્યવાહી કરવા માટે પુરતા જરૂરી અને નકકર વ્યાજબી કારણો જણાય છે. તો આયોગને તેની ભલામણમાં પુનઃ વિચારણા કરવા માટે વિભાગ દરખાસ્ત કરી શકે છે. અને આયોગની ભલામણમાં પુનઃ વિચારણા કરવા માટે વિભાગના સચિવશ્રી કક્ષાઅ. નિર્ણય લઇ આયોગને દરખાસ્ત કરી શકાય છે અને આવી પુનઃ વિચારણાની દરખાસ્ત કરતી વેળાએ સચિવશ્રીની મંજૂરી મેળવેલ છે કે કેમ તેનો સ્પષ્ટ નિર્દેશ કરવો જરુરી છે આથી ઉપર જણાવેલ ગૃહ વિભાગના તા. ૩-૧૦-૭૪ અને ૧૧-૫-૭૯ના પરિપત્ર મુજબ વિભાગ પુનઃ વિચારણા માટે આયોગને દરખાસ્ત કરે તે જોવા વિનંતી છે.

ઉપરોક્ત વિગતે આયોગની સાથે પુનઃ વિચારણા કરવામાં આવે અને તેમ છતાં પણ આયોગ વિભાગની પુનઃ વિચારણા માટેની દરખાસ્ત સાથે સહમત ન થાય અને સંબંધિત સત્તાધિકારીને આયોગની સલાહ સ્વીકાર નહિ કરવાનું યોગ્ય જણાય તો ગૃહ વિભાગના તા. ૩-૭-૮૭ના પરિપત્ર ક્રમાંક-ગતપ-૩૦૮૫-જીવીસી-૭૧-હ ની સુચના અનુસાર અસ્વીકાર કરવા અંગેનો નિર્ણય લેવાની નકકી કરાયેલ કક્ષા મુજબ નિર્ણય લઇ સરકારશ્રીના નિર્ણય માટે કાગળો રજૂ કરવાની જે જોગવાઇ છે તે મુજબ જ કાર્યવાહી કરવામાં આવે તે જોવા વિનંતી છે.

 

વધુમાં જણાવવાનું કે ગુજરાત તકેદારી આયોગ સાથે પરામર્શ અને તેની ભલામણ અંગે કાર્યવાહી કરવા સંબંધી સૂચનાઓના લગભગ ૨૨ જેટલા ઠરાવ/પરિપત્રોનો સંકલિત ઠરાવ ક્રમાંકઃગતપ/૧૦૮૮/૩૪૩૫/હ, તા. ૧૬-૩-૮૯ થી સર્વે વિભાગો/ખાતાના સડાઓ વગેરેને રવાના કરવામાં આવેલ છે. જેમાં તા. ૩-૧૦-૭૪ અને તા. ૩-૭-૮૭ના પરિપત્રોનો સમાવેશ કરવામાં આવેલ છે. (જેની પાંચ નકલો આ સાથે સામેલ છે.) જે બાબતે આપના વિભાગ હેઠળના સર્વે ખાતાના વડાઓને આ સૂચનાઓ અચૂક ધ્યાને મૂકવા વિનંતી છે.

 

આપનો વિશ્વાસુ

 

અશોક માણેક

નાયબ સચિવ

ગૃહવિભાગ

બિડાણ ઉપર મુજબ

 

.....................

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ